Tuesday, September 20, 2016

3. मान्यता.

નથી હું જે દેખાઉં છું,
શરીર છે એ કેવળ..
સંબંધ અને સંપત્તિ,
સંયોગ છે સકળ..

જાગૃતિ લાવું, અને આવી જાય,
તો તરત કરું માન્યતા બદલ..
બદલે જો માન્યતા,
તો થાય જાગૃતિ સફળ..

ના બદલાય માન્યતા,
તયાં સુધી અભ્યાસ માં વિતાવું હર પળ..
અભ્યાસ ની દિશા સાચી હશે,
તો થશે ઓછું કર્મ નું મળ..

અભ્યાસ માટે જરૂરી નથી,
કે બદલાવું કાળ અને સ્થળ..
સર્વ જીવ માં સમદ્રષ્ટિ કરી,
રાગ દ્વેષ જ્યાં, એ બધું માનું પુદગલ.

No comments: