રાગ, મોહ, પ્રમાદ અને દ્વેષ,
સદા પહેરું છું એજ વેશ,
નહિ એક પળ ની જાગૃતિ લેશ,
શરીર ને માન્યું છે સ્વરૂપ સ્વદેશ!
મોહ, પ્રમાદ, દ્વેષ અને રાગ,
ઠંડી લાગે છે આ ભયંકર આગ,
બેઠો છે માથે કાળ નો નાગ,
છતાં નથી છોડવા સંસાર ના ત્રાગ!
પ્રમાદ, દ્વેષ, રાગ અને મોહ,
એની સાથે મળી કરું છું ખુદ સામે વિદ્રોહ,
વિવેક બન્યું છે, જાણે કાટ ભર્યો લોહ,
નથી દેખાતું, ઉમર સાથે વધી રહેલો કોહ!
દ્વેષ, રાગ, મોહ અને પ્રમાદ,
ચખાડે મને જુદા જુદા સ્વાદ,
થઇ ગયો છે અનંત કાળ બરબાદ,
બચી જઈશ, જો ગ્રહણ કરીશ વીતરાગ નો નાદ!!!
સદા પહેરું છું એજ વેશ,
નહિ એક પળ ની જાગૃતિ લેશ,
શરીર ને માન્યું છે સ્વરૂપ સ્વદેશ!
મોહ, પ્રમાદ, દ્વેષ અને રાગ,
ઠંડી લાગે છે આ ભયંકર આગ,
બેઠો છે માથે કાળ નો નાગ,
છતાં નથી છોડવા સંસાર ના ત્રાગ!
પ્રમાદ, દ્વેષ, રાગ અને મોહ,
એની સાથે મળી કરું છું ખુદ સામે વિદ્રોહ,
વિવેક બન્યું છે, જાણે કાટ ભર્યો લોહ,
નથી દેખાતું, ઉમર સાથે વધી રહેલો કોહ!
દ્વેષ, રાગ, મોહ અને પ્રમાદ,
ચખાડે મને જુદા જુદા સ્વાદ,
થઇ ગયો છે અનંત કાળ બરબાદ,
બચી જઈશ, જો ગ્રહણ કરીશ વીતરાગ નો નાદ!!!
No comments:
Post a Comment