Monday, July 15, 2019

1. Guru Purnima.

જય પ્રભુ,

ગુરુ એટલે એ જે જે અંધકાર ને દૂર કરે..
આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીયે છીએ પરંતુ ગુરુ અમાવાસ કે ગુરુ બારસ નથી ઉજવાતા. જોકે એમાં તિથિ ની સંખ્યા નું મહત્વ નથી.
શિષ્ય ની જિંદગી માં કોઈ પણ દિવસ હોય, કેવો પણ સમય હોય, ગુરુ ની હાજરી એને પૂર્ણિમા સમાન ઉજવળ બનાવે છે.
જેમ પૂર્ણિમા નો ચાંદો પૂર્ણ હોય એવીજ રીતે ગુરુ ના માર્ગદર્શન હેઠળ સ્વયં રાહ પર ચાલી ની શિષ્ય ના જીવન નો હેતુ પૂર્ણ થાય છે.
આજનો દિવસ તો કદાચ એક પ્રતીક રૂપે યાદ આવે એટલે શુભેચ્છાઓ મોકલવામાં આવે છે પરંતુ ગુરુ નો ઉપકાર હર સમય, હર પળ છે.
પાઠશાળા ના માધ્યમ થી તમે મારા જીવન માં અધ્યાત્મપથ ના માર્ગદર્શક બનીને આવ્યા એ ઉપકાર અનહદ છે અને સદા છે  પરંતુ જેમ કહ્યું તેમ આજ ના દિવસે સ્મરણપૂર્વક શુભકામનાઓ પાઠવું છું તે આપ કૃપા કરીને સ્વીકાર કરશો.




No comments: