Tuesday, January 12, 2021

1. કેવું જીવું છું, કેવું જીવવું છે?

 Topic: હું અત્યારે કેવું જીવન જીવું છું, અને હવે મારે આ જીવન કેવું જીવવું છે.

Discussion Points:

૧. લક્ષ શું છે? આ ભવ પૂરતું કે આગળ નું પણ કંઈ concrete planning છે?

૨. એ લક્ષ પર કામ કેટલું થાય છે અને અત્યાર સુધી measureable progress કેટલું છે?

૩. આગળ શું કરવાની જરૂરત છે? ભોગ અને ભોગવવાના સાધનો પર કાપ મૂકવામાં આવ્યું છે?

૪. ભેગુ કરતા કરતા દોડવું જ છે કે Line દોરવામાં આવી છે? શું મને એવું લાગે છે કે મારી પાસે બધું ખતમ થઈ જશે જો હું દોડવાનું ઓછું કરી નાખું તો? Do I want to die rich?

૫. પરિગ્રહ એટલે શું? અને કેટલા પ્રકારે છે? બાહ્ય અને અંતરંગ પરિગ્રહ ઓછા થઈ રહ્યા છે કે વધી રહ્યા છે? આયુ ના ભોગે સંસાર વધી રહ્યો છે? 

૬. ₹૧૦૦ અથવા ૫૦૦ જેવી નાની રકમ નું નુકસાન થાય, કંઇક નાની મોટી બીમારી આવી જાય, કોઈ કઈં સંભળાવે કે અપમાન કરે ત્યારે કેવી feeling આવે છે? Last year, Last ૫ years and last ૧૦ years ના graph બનાવું તો કંઈ Measureable difference દેખાય છે? ૨૦૨૧ ના end માં કઈ difference દેખાશે?

૭. ₹૧૦૦૦૦૦ નું કે કોઈ પણ રકમ નું easy profit થઈ જાય, કોઈ સારા સાંસારિક સમાચાર મળે, promotion થાય job માં, કોઈ ખૂબ વખાણ કરે, ત્યારે કેવી feeling આવે છે? Last year, Last ૫ years and last ૧૦ years ના graph બનાવું તો કંઈ Measureable difference દેખાય છે? ૨૦૨૧ ના end માં કઈ difference દેખાશે? 

૮. દેહ ત્યાગ થાય ત્યારે, તું અહીં થી શું લઈ જઈ શકીશ? શું મને ખબર નથી કે મારે જેટલું પણ સાંસારિક ભેગુ કર્યું (પૈસા, power, માન, Fame, Image) એ બધું મૂકીને જવાનું છે? અહીં થી જે પણ લઈ જઈ શકાશે એને ભેગુ કરવાં માટે આજે કેટલો સમય આપુ છું, ગઈકાલે કેટલું આપતો હતો અને આવતી કાલે કેટલું આપીશ?

૯. અચાનક આ topic પર discussion કરવા માં આવ્યું, શું ત્યારે મને realize થયું કે ચાલો આ homework કરી જોઉં? Homework ની ફળશ્રુતિ શું? ૩૧ જાન્યુઆરી ના check કરીશ તો શું મારા પરિણામ / ભાવ / જીવન માં સુધારો થયો હશે? શું ૨૦૨૨ માં ફરી મને આ topic પર બોલવાની સંધી મળે તો એમ કહી શકીશ કે હવે મારા જીવન માં ઘણું પરિવર્તન છે, transformation છે, સંસારમાં મારી દોડ ઘણી ઓછી થઈ છે અને અધ્યાત્મમાં મેં વેગ પકડી લીધો છે અને આ જોઈ લ્યો મારો graph જેમાં સ્પષ્ટ દેખાય છે?

૧૦. શું એમ થાય છે કે જીવન એવું જીવવું છે, કે મૃત્યુ સમયે એ ના થાય કે ઘણું મૂકી ને જાઉં છું પણ એમ થાય કે ઘણું લઈ ને જાઉં છું?

No comments: