Monday, August 20, 2018

2. શોધ.

ના ધર્મ સંભવ છે,
ના હોય ધર્મ નો બોધ,
જ્યાં સુધી આ જીવ સેવે
માન, માયા, લોભ અને ક્રોધ

રાગ, દ્વેષ અને મોહ નો,
શરુ થાયે જ્યારે નિરોધ,
રોકે આ આત્મા ત્યારે,
આવતા કર્મો નો ધોધ

હું શરીર, આ બધું મારું,
આ માન્યતા નો જે વિરોધ,
એ આરંભ કરાવે આત્મલક્ષી,
સાચી અંતર શોધ

અનાદિ ની આ સફર ની,
પિયર છે નિત્ય નિગોદ,
બોધ, નિરોધ, શોધ કરતા,
જાશું મોક્ષ, કરી સકલ કર્મ અબોધ

1 comment:

Shaili said...

Aameen. જાશું મોક્ષ.