Sunday, May 12, 2024

2. હું.

 ક્યાં ક્યાં મને નડે છે હું , 

એની યાદી બનાવવા બેસું હું , 

તો ખોવાઈ જાઉં હું , 

કારણ... અનંતકાળથી ભુલ્યો છું હું 


એ કહે છે આત્મા છું હું , 

પણ હમણાં જાણ બહાર છું હું , 

ખુદને ઓળખવા શું કરું હું? 

એ સવાલમાં અટવાયો છું હું 


કોઈ કહે આ કર અને શોધી લે હું , 

પેલા કહે આ બન અને બની જઈશ હું , 

શું શોધું અને બનું હું , 

જ્યારે હું તો છું હમણાં પણ હું

No comments: