એક જન્મ નો અંત ત્યાં બીજા ની શરૂઆત છે,
આ તારી અને મારી વાત છે...
ચક્કર ચોરીશી ના, ચાલુ છે પુરજોશ માં,
દેવ ગુરુ જગાડે છતાં, આવવું છે કોને હોશ માં,
પોતાના ઠેકાણા નથી, પણ પારકા ની પંચાત છે,
આ તારી અને મારી વાત છે...
પરિગ્રહ ભેગું કરવામાં, વિતાવું છું આ જીવન,
નથી લઈ જવાનું સાથે, પણ માને છે ક્યાં મન?,
નશ્વર ની આધિ ઉપાધિ, દિવસ અને રાત છે,
આ તારી અને મારી વાત છે...
સંસાર સુખ મીઠા, એજ હકીકત લાગે,
પરભવ ક્યાં જોયો, એની ચિંતા માં કોણ જાગે,
તણખલા ની આડ માં ડુંગરા છુપાવું, એટલી તો લાયકાત છે,
આ તારી અને મારી વાત છે...
જતા રહેશું છોડી ને, એવી હોશિયારી બતાવે,
બધું પાણી ઉતરી જાય, જરા અમથું જો તાવ સતાવે,
શરીર, સગા, રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન, બસ આજ મારી વિસાત છે..
આ મારી અને મારી વાત છે,
હા, અત્યારે તો આ મારી વાત છે...
એક જન્મ નો અંત ત્યાં બીજા ની શરૂઆત છે,
સૌની હશે કદાચ પણ જરૂર આ મારી વાત છે.

No comments:
Post a Comment