Tuesday, September 3, 2024

3. ચેતન ચાલો રે હવે...

 ચેતન ચાલો રે હવે...


સુખના તરણાની પાછળ 

છે અપાર દુઃખના ડુંગર 

વરસોથી સમજાવો છો તમે

હલતું નથી મારું અંતર


હું, મારું બધું અહીં રહેશે 

તો કામ કરવું શેના પર?

જવાબ સચોટ આપો છો તમે

લેતો નથી હું નિર્ણય અફર


મહાદુર્લભ આ મનુષ્ય દેહ
શરીર મન શાસન સભર   
ઠોકી ઠોકી કહો છો તમે
ચાલતો નથી હું, મુક્તિ પથ પર

રાગ દ્વેષ વિષયો ના છોડું
ચાલુ રહેશે ચોરાશી ચક્કર
અવકાશ પર જોર આપો છો તમે
(package) ગુલામીથી નથી ઉઠતો હું ઉપર 

દેશ, પરિવાર, શરીર અને
અનંત વાર બદલાયા ઘર
"ચેતન ચાલો" પોકારો છો તમે 
મારે ક્યાં જવું છે મોક્ષ નગર

સુખ નહીં પરમાં મળે,
સાચું સુખ તો છે અંદર 
"ચાલો રે હવે...એ સુખ તરફ"
ફરી ફરી ઉદ્દેશે "ચેતન" સર

એમને થકાવવા છું સક્ષમ,
પણ એ ઉભા છે, મજબૂત, નીડર,
"ચેતન ચાલો હવે લઇ જાઓ"
સાદી અનંત શાશ્વત ઘર    

ચેતન ચાલો રે હવે...
જ્યાં Birthday ફરી ના મળે


No comments: