વર્તન વાણી અને વિચાર,
મુખ્યત્વે પુણ્ય પાપ વ્યવહાર,
વિવેકની પ્રજ્ઞા છિણી થી...
વિશુદ્ધ લક્ષે, મટે સંસાર!
વીર પ્રરૂપિત માર્ગ, વિનય, સદાચાર,
જેમા છે વર્જિત કષાય, અહંકાર,
પણ અનાદિ થી કરતો આવ્યો હું...
સંસારના લાભનો જ વ્યવહાર!
દરેક ક્ષણે કરી રહ્યો, વાસના અને વિકાર,
આ ભવે સંધી મળી, કરવા સ્વપ્ન સાકાર,
પુરુષાર્થ ઉપાડું, કરી પ્રાર્થના તારી પાસ...
વિજયી થવુ છે, દૂર કરી, અનંતનું અંધકાર!
----
Vartan Vaani ane Vichaar
Mukhyatve Punya Paap Vyaahaar
Vivek ni pragna chhini thi
Vishudh lakshe, matey Sansaar
Veer prarupit maarg, Vinay, Sad-aachaar
Jema che Varjit Kashaay, Ahankaar
Pan anaadi thi karto aayo hu fakt
Sansaar na laabh no j Vyaapaar
Darek Kshane kari rahyo, Vaasna Vikaar
Aa bhave sandhi mali, karva Swapn saakaar
Purusharth upaadu, kari prarthana taari paas
Vijayi thavu, dur kari, anant nu Andhakaar
No comments:
Post a Comment