Disclaimer: This Prarthana (Prayer) is from a book. Have changed the narrative only.
કોઈક વાર એમ થાય, ભગવાન !
કે જીવનમાં મને કોઈ અસાધારણ સિદ્ધિ મળી નહિ
કોઈ અદ્દભૂત સર્જન, કોઈ મહાન કાર્ય મારાં હાથે થયાં નહિ
બુદ્ધિના પ્રખર વૈભવ, મોહક સૌંદર્ય, આંજી નાખતી છટા કે વાક્શક્તિ મને મળ્યા નહિ
જિંદગી આખી પ્રાણ રેડીને કામ કર્યું પણ સ્વજનોમાં કે સમાજમાં તેની જોઈતી કદર થઇ નહિ
આવું આવું મનમાં થાય, પછી અંદર અસંતોષ જન્મે, ગુસ્સો આવે, ઈર્ષ્યાની હૃદય ભરાઈ જાય
આ ભાવોને ફરી ફરી ઘૂંટવાથી મારો અભાવ વધુ પુષ્ટ બને અને હું વધુ નિમ્નતામાં સરું
આ તે કેવી મૂર્ખતા ! આ કેવું મિથ્યાભિમાન !
જે હૃદયમાંથી તારું નામ ઉઠ્યું છે, તે હૃદય સુંદર છે, મોહક છે.
જે તને સંપૂર્ણ સમર્પણ કરી શકે, એના જેટલો મહિમા બીજા કોનો છે ?
No comments:
Post a Comment