તું અને હું,
બીજું જોઈએ મને શું,
તને બધી ખબર,
પછી હું શું કહું!
ચરણમાં રહું,
તું વહાવે એમ વહું,
વિકલ્પ આવે તો કરું,
તારી યાદથી પાછો ફરું,
ભલે તને બધી ખબર,
પણ આટલું તો કહું!
પૂછે મને સહુ,
કોની સાથે કરે વાતું,
નામ ન હું આપું,
બોલું, છે મારો પ્રભુ,
ભલે તને બધી ખબર,
પણ એટલું તો કહું!
સર્વસ્વ ભલે તારું,
કહી શકું તને મારું?
બહાર ક્યાંય પણ રખડું,
શું તારા અંતરમાં રમું?
ભલે તને બધી ખબર,
પણ એટલું તો પૂછું?
તું અને હું,
બીજું જોઈએ મને શું,
તને બધી ખબર,
છતાં હકથી કહું!
No comments:
Post a Comment