Thursday, September 4, 2025

2. એક "ચેતન" ન્યારો.

 એક જન્મ્યો "ચેતન" ન્યારો,

સ્વ પર કલ્યાણ કરનારો,

"મહાવીર" માં જન્મ થયો...(2)

છે "વીર" માર્ગ ચાલનારો.


દેરાસરની લેનમાં જાણે,

ચમક અનોખી આવી...(2)

ભાઈ અને બહેનોના દિલમાં

પ્રેમની લાગણી પ્રસ્રાઈ...(2)

માત-પિતાના શ્વાસો માં...(2)

રમતો "ચેતન" પ્યારો...

એક જન્મ્યો "ચેતન" ન્યારો,

સ્વ પર કલ્યાણ કરનારો...


પચ્ચીસ વર્ષની નાની વય માં,

લાગ્યો સંસાર ક્ષણભંગુર...(2)

નિર્ણય લીધો અટલ એવો કે,

આ ભવ કર્મો કરવા ચૂર...(2)

પ્રભુ પંથે આગળ વધવા...(2)

મળ્યો ગુરુ સથવારો...

એક જન્મ્યો "ચેતન" ન્યારો,

સ્વ પર કલ્યાણ કરનારો...


યોગ અચાનક એવા બન્યા કે,

પરાર્થને આપવો પડ્યો ન્યાય...(2)

પણ અંતરમા નિશ્ચય પાક્કો,

સ્વ-અર્થે ત્વરાથી વધાય...(2)

સાધના સેન્ટર ને અર્પણ....(2)

કર્યો સ્વાનુભાવ સારો...

એક જન્મ્યો "ચેતન" ન્યારો,

સ્વ પર કલ્યાણ કરનારો!

No comments: