Saturday, September 6, 2025

6. પ્રાર્થના - આજે હું કશું માંગવા નથી આવ્યો.

Disclaimer: This Prarthana (Prayer) is from a book. Have changed the narrative only.

 આમ તો રોજેરોજ હું તમારી પાસે 

કઈંક ને કઈંક માંગતો જ હોઉં છું, પ્રભુ!

પણ આજે હું કશું માંગવા નથી આવ્યો...


હું તો માત્ર, આ શાંત અંધારી રાતે, એકાંતમાં

તમારી પાસે નિરાંતે બેસવા આવ્યો છું.

અને આમ બેસવામાં મને કેટલું ઊંડું સુખ છે 

તે કહેવા આવ્યો છું.


કોઈ પણ સ્થૂળ પ્રાપ્તિમાં જાણી ન હોય એવી 

એક અસીમ અવર્ણનીય શાંતિ મારી પર ઉતરે છે

એક ઊંડી કૃતજ્ઞતાથી મારું હૃદય ભરાઈ જાય છે

 

તમને ચાહવાનું આ કેવડું મોટું સુખ તમે મને આપ્યું છે!


મારા નેત્રો તમને નિહાળી શકતાં નથી

પણ મારું અસ્તિત્વ તમારાથી વ્યાપ્ત છે


મારા મસ્તક પર હું તમારો હાથ મુકાતો અનુભવું છું

મારા મોંને અડતી આ હવામાં તમારો વત્સલ સ્પર્શ પામું છું


મારી કોઈ માંગણી નથી, મને કશાની જરૂર નથી

હું માત્ર પ્રેમનું નિવેદન કરવા આવ્યો છું


આ સભર એકાંતમાં, ભગવાન! તમે છો ને હું છું

આનંદ અને તૃપ્તિની આ નીરવ શ્રદ્ધામય ક્ષણોમાં

પરમ પિતા, હું તમારા ચરણોમાં મારું હૃદય મુકું છું

No comments: