Sunday, November 5, 2017

3. પાઠશાળા.

પાઠશાળા

શિક્ષણ મળ્યું તે શાળા, સિંચન થયું એ પાઠશાળા...

માતા પિતા જન્મ આપે, જીવન આપે એવા માતા પિતા મળ્યા એ પાઠશાળા...

સ્વાર્થ ના સંબંધો તો બને અને ફરે,  આત્મીય સગપણ થયું એ પાઠશાળા...

દોસ્ત તો ઘણા આવે અને જાય, કલ્યાણ મિત્રો નો સાથ મળ્યો એ પાઠશાળા...

25 વર્ષ તો તારીખો માં થયાં,
અનંત વર્ષો ની પૂંજી મળી એ પાઠશાળા...

'સર' એ સ્વીકાર કર્યો, 1992 માં,
2017 સુધી પણ સહર્ષ સહન કરી જેણે મને એ પાઠશાળા...

દુનિયા માં ઘણી જગ્યાએ કદાચ કોઈ કારણ થી સમાવ્યો મને,
જેને યોગ્યતા જોયા વગર એના દિલ માં સ્થાન આપ્યું મને, એ પાઠશાળા...

રજત જયંતિ પર સહુ ને વધામણા..

No comments: