Tuesday, February 27, 2018

4. પ્રેમ છે...


તને મારા પ્રત્યે આટલો બધો પ્રેમ છે.
જરા મને પણ સમજાવ ને કે એ કેમ છે?

દુનિયા ની આગળ તો આ બંદો નેમ છે
તેમ છતાં નથી તને કોઈ વહેમ છે??

મારી ખુદ ની વિસાત જેમતેમ છે
છતાં આપણા વચ્ચે બધું હેમખેમ છે

આ તો ઉપરવાળા ની રહેમ છે
કે તને મારા પ્રત્યે આટલો બધો પ્રેમ છે.

No comments: