Tuesday, April 21, 2026

13. શાશ્વત અસ્તિત્વ.

 દરેક ક્ષણે, કાર્યે અને પ્રસંગે...


શું આ શરીરની ચિંતા માં લાગેલો છું?

તો કૃત્રિમ ઓળખની ચિંતા માં છું.


શું ઘર, કુટુંબ, પૈસા, વસ્ત્રોની ફિકર માં વહી રહ્યો છું?

તો એક અલ્પકાલીન વજૂદની ફિકર માં છું.


શું નિજભાનમાં રહીને, આત્મલક્ષે વર્તી રહ્યો છું?

તો શાશ્વત અસ્તિત્વ સમક્ષ છું.

No comments: