Friday, April 3, 2026

2. સ્વભાવ.

 ના કોઈની પ્રતીક્ષા

ના કોઈનો અભાવ છે

કદાચ આશ્ચર્ય લાગે

પણ! આવો જ કંઈક સ્વભાવ છે

ના કોઈ માટે દાંભિક લાગણીઓ

ના કોઈ પ્રત્યે તણાવ છે

બની શકે સમજવું મુશ્કેલ

પણ! આવો જ કંઈક સ્વભાવ છે

ના કોઈ એવી રોમાંચક ખુશી

ના ક્યાંય કોઈ ઘાવ છે

આ બધું વિચિત્ર લાગી શકે

પણ! આવો જ કંઈક સ્વભાવ છે

જિંદગી ધીમી ગતિએ જાય છે

એવું લાગે હવે ઠેરાવ છે

તમે મને ગાંડો કહી શકો

પણ! હવે આવો જ કંઈક સ્વભાવ છે

No comments: